રંગ ખેલ જોવા અલબેલનો રે, ૩/૪

રંગ ખેલ જોવા અલબેલનો રે,

આવ્યા ભવ બ્રહ્માદિક દેવ, કહું શોભા આજ વરતાલની રે.

આવી ઝુકા આકાશમાં તે સમેરે, ફૂલ વૃષ્ટિ કરે તત ખેવ. કહું.૧

હોરી હોરી કરી હેતથીરે, બહુ નાંખે છે રંગની છોલ. કહું.૨

રંગકીચ થયો ઘણો તે સમેરે, તેણે શોભે ભૂમિ રંગચોલ. કહું.૩

રમી રંગ નાવા ગયા નાથજીરે, કુવે પગીને સુખકંદ. કહું.૪

નાઇ ધોઇ કુવામાં જલ નાખીયું રે, કવિ કે અવિનાશાનંદ. કહું.૫

મૂળ પદ

સખી ચાલોને જોવા શામનેરે

રચયિતા

અવિનાશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી