ખોસ્યા ગુચ્છ ગુલાબી કાન રે, મોહન મનગમતા ૪/૪

ખોસ્યા ગુચ્છ ગુલાબી કાન રે, મોહન મનગમતા;
			રૂડા લાગો છો ગુણનિધાન રે		...મોહન૦ ૧
માથે ફૂલડાંના તોરા લટકે રે-મો૦ જોઈ ભાલ તિલક મન અટકે રે	-મો૦ ૨
ઓઢી ફૂલની પછેડી અંગ રે-મો૦ નીરખી લાજે છે કોટિ અનંગ રે	-મો૦ ૩
ફૂલ બાજુ ને ગજરા પે’રી રે-મો૦ શોભે પંક્તિ તે ફૂલહાર કેરી રે	-મો૦ ૪
વાલો ફૂલડે થયા ગરકાવ રે-મો૦ મંજુકેશાનંદના નાવ રે		-મો૦ ૫
 

મૂળ પદ

તારી મૂરતિ લાગે છે મને પ્યારી રે, શ્રીઘનશ્યામ હરિ

મળતા રાગ

ગરબી

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
1