તારે રહેવાનું એના સુખ માટે રે પાળવાની છે શિશ સાટે રે ૨/૬

તારે રહેવાનું એના સુખ માટે રે, મરજી પાળવાની છે શિશ સાટે રે,
તૂંતો પાળે છે મરજી તારી રે, નથી આજ્ઞા નાથની પ્યારી રે...૧
તારે નથી જીવવાનું તારે માટ રે, મૂકી દે સુખદુઃખની વાટ રે,
એને ગમે એમજ તું રહે રે, વારે વારે તને કોણ કહે રે...૨
જ્ઞાન સમજી થા સાવધાન રે, રાજી થાશે અતિ ભગવાન રે,
સદા કરશે તારી સાથે વાત રે, તારી સાથે રહેશે સાક્ષાત રે...૩

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી