સદા ઘનશ્યામ દર્શન દેજો રે, વાલા વિનતી સુની લેજો રે, ૧/૧

સદા ઘનશ્યામ દર્શન દેજો રે, વાલા વિનતી સુની લેજો રે, સદા.||ટેક||

વાલા પડવે તે પ્રાણ આધાર રે, હરિ રાખું કરી ઉર હાર રે

કહ્યું કરશું મોહન સુખકાર. સદા.૧

વાલા બીજે તે બહુ દિન રહીએ રે, હરિ હેતની વાતું કૈયે રે

અમે દાસ તમાર છૈયે. સદા.૨

વાલા ત્રીજે તમારા વેણ રે, અમને સંભળાવો સુખદેણ રે

ટળે તાપ જોઇ રૂડા નેણ સદા.૩

વાલા ચોથે તે ચિતમાં વિચારી રે, રહી મોહનવર ગિરધારી રે

તમે જીવન દોરી હમારી. સદા.૪

પાળો પાંચમે નિજદાસ રે , તમે સુખસાગર અવિનાશ રે

રહો વાલા હમારી પાસ. સદા.૫

વાલા છઠે છેટે નવ જાવું રે, જે જોઇએ તે વાલમ લાવું રે

ઉભી ગુણ તમાર ગાઉ. સદા.૬

વાલા સાતમેં શું ઘણુ કેયે રે, અમે તમને મેલી ક્યાં જઇએ રે

વાલા જેમ રાખો તેમ રહીએ. સદા.૭

વાલા આઠમે આડ મેલી રે, કરો રસિયાજી રંગ રેલી રે

એમ તમ સંગ બાંધી છે બેલી. સદા.૮

કહું નોમે નમ્રતા આણી રે, તમે સાંભળો સારંગ પાણી રે

રહો નાથ પોતાના જાણી. સદા.૯

સખી દશમી તે દુષ્ટ નઠારી રે, ક્યાંથી આવી અતિ દુઃખકારી રે

અમને મેલી ગયા ગિરધારી. સદા.૧૦

એકાદશીએ તે મન અકળાય રે, સખી પળ એક જુગ સમજાય રે

વાલે મેલ્યા તે મહાવનમાંય. સદા.૧૧

સખી બારસે બાવળી બોલું રે, વાલા વિના દીવાની ડોલું રે

બાળે વિરહ અનલની ઝાળું. સદા.૧૨

સખી તેરસે તલખે છે પ્રાણ રે, મુને સાંભરે હરિના એંધાણ રે

ગયા છેતરી શ્યામ સુજાણ. સદા.૧૩

સખી ચોદશે ચિંતા ભારી રે, ક્યારે મળશે મોહન સુખકારી

વાલા ટાળોને દાજ હમારી. સદા.૧૪

સખી પૂનમે પંથ નિહાળું રે, ઉભી અહોનિશ ચો દિશ ભાળું રે

નાખી નિસાસા દિન ટાળું. સદા.૧૫

થઇ તિથીઓ પૂરી બહુનામી રે, આવો શ્રી હરિ અંતરજામી રે

મંજુકેશાનંદના સ્વામી. સદા.૧૫

મૂળ પદ

સદા ઘનશ્યામ દર્શન દેજો રે, વાલા વિનતી સુની લેજો રે,

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી