સાંભળ નીચ હરામી મન રે તૂં તો ખાંતે લોપે છો વચન રે ૪/૬

સાંભળ નીચ હરામી મન રે, તૂં તો ખાંતે લોપે છો વચન રે,
આજ્ઞા લોપતા નહિ બિક કાંઇ રે, તારૂ સારૂ આમાં કયાંથી થાઇ રે...૧
મોટા મોટા ડરે છે અતિ અતિ રે, નથી મરજી લોપતા એક રતિ રે,
તૂં તો કેવો છો મન અભાગી રે, પળે પળે આજ્ઞા નાખે છે ભાંગી રે...૨
તોય ખરખરો નહીં તારે મને રે, માટે શું કહેવું અભાગી તુંને રે,
હવે જ્ઞાનજીવન થા ધીર રે, મરજી પાળવા માટે શૂરવીર રે...૩

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી