માવા રે મારે મંદિર આવો, રંગભીના રંગ રાતા રે૧/૪

માવા રે મારે મંદિર આવો, રંગભીના રંગ રાતા રે

કરના લટકાં કરી કરી મોહન, ગીત મધુરા ગાતા રે. માવા.૧

શેરી વળાવીને સજ્જ કરાવું, મોતીડે ચોક પુરાવું રે

તમ અર્થે શામળિયા રે વાલા, વિધ વિધ પાક બનાવું રે. માવા.૨

સુંદર ફૂલડે સેજ સમારી, તમ કારણ અલબેલા રે

સેજલડી આવીને રસિયા, સુખ આપો રંગ છેલા રે. માવા.૩

ચરણ પખાળીને ચરણોદક લઉં, વીંજણો લઇ વા ઢોળું રે

મંજુકેશાનંદના સ્વામી, આવોને રંગમાં રોળું રે. માવા.૪

મૂળ પદ

માવા રે મારે મંદિર આવો, રંગભીના રંગ રાતા રે

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શુક્લ બિલાવલ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
પરંપરાગત (સ્વરકાર)
સુપ્રભાતમ્
Studio
Audio
1
0