પ્યારી રે તારી મૂર્તિ રંગી, નિરખી ઠરે મારા નેણા રે૩/૪

પ્યારી રે તારી મૂર્તિ રંગી, નિરખી ઠરે મારા નેણા રે

અંતરમાં ખૂંત્યાં છે રે આવી, વાલા તમારા વેણા રે. પ્યારી.૧

ફૂલડાના ગજરાને ફૂલડાંના બાજુ, શોભે છે નૌતમ હાથે રે

ફૂલડાંના હાર પહેર્યા છે રે કોટે, છોગલા મેલ્યા છે માથે રે. પ્યારી.૨

ફૂલડાંના ગુછ ગુલાબી કાને, સુન્દર વર ઘણું શોભે રે

સુક્ષ્મ શ્વેત વસન તન પેર્યા, જોઇ જોઇ ચિતડુ લોભેરે. પ્યારી.૩

ઉર ઉપર અલબેલા રે વાલા, મોતીની માળા વીરાજે રે

મંજુકેશાનંદના વાલાની , છબી જોઇ કંદર્પ લાજે રે. પ્યારી.૪

મૂળ પદ

માવા રે મારે મંદિર આવો, રંગભીના રંગ રાતા રે

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
શિવરંજની
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
રોનક પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0