મોહન રે તારું મુખડું જોતા, મનડું તે મોયું છે મારું રે૪/૪

મોહન રે તારું મુખડું જોતા, મનડું તે મોયું છે મારું રે

તારા મુખ પંકજને રે ઉપર, તન મન ધન સૌ વારુ રે. મોહન.૧

નેણા રે તારા લાલ અટારાં, કામણગારા ભારી રે

જમણે કપોલે તિલનું રે તરાજુ, શોભે અતિ સુખકારી રે. મોહન.૨

લલિત કપોળને જોવા રે સારું, ચિતડું તે મારું ચાય રે

ભાલ વિશાલ રે જોઉં મારા વાલા, ત્યારે જ શાંતિ થાય રે. મોહન.૩

મંદ મંદ મુખહાસ કરીને, હરિજનના મન હરિયા રે

મંજુકેશાનંદના વાલા, નિરખી નેણા ઠરિયા રે. મોહન.૪

મૂળ પદ

માવા રે મારે મંદિર આવો, રંગભીના રંગ રાતા રે

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૩
Studio
Audio
0
0