તારે મન ગમતે જો ચાલીશ રે તો તૂં ખૂબ જ દુઃખી થઇશ રે ૬/૬

તારે મન ગમતે જો ચાલીશ રે, તો તૂં ખૂબ જ દુઃખી થઇશ રે,
તારે થાવું હોય મન દુઃખી રે, તો જ તારે રહેવું મનમુખી રે...૧
સુખી થાવાનું હોય જો મનમાં રે, તો તૂં રહેજયે હરિ વચનમાં રે,
મારૂ માન્યને મન અભાગી રે, શા માટે વચન દે છો ત્યાગી રે...૨
વચન લોપતા સુખ કોને થયુ રે, જેથી એ માર્ગે જાછ તૂં વયું રે,
માટે ડર્ય ડર્ય હવે ડર્યને રે, મરજી પ્રમાણે જીવન કર્યને રે...૩
મારા વાલાની મરજી તૂં પાળ્ય રે, ખરા એજ છે તારા રખવાળ રે,
જ્ઞાનજીવન કહે વારેવારે રે, મૂર્તિ મુકીશ નહિ પળ વારે રે...૪

મૂળ પદ

સુખ દુઃખનું કારણ મન રે, એમ કહે છે મોટા સંતજન રે,

મળતા રાગ

સંત બોલે તે ભેળો હું બોલું રે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી