અહોનિશ મારે અંતરે , રેજો રૂપ તમારું ૨/૪

 અહોનિશ મારે અંતરે , રેજો રૂપ તમારું

નાભી ઉડી શુભ ગોળપર, વિધિ આસન વારુ.             અહો.૧
ત્રિવળી સહીત શીતળ ઘણુ, ઉદર છે રૂપાળું.
છાતી ઉપડતી શ્યામની, હું તો નિશદિન ભાળું.            અહો.૨
વક્ષસ્થળ પર ચિન્હ છે, અર્ધ શશી અનુસાર
હાર શોભા રૂડી ઘણી, રાખું ચિતમાં સંભારી.                 અહો.૩
ભુજા જુગલ જગદીશની , કરી કર સમ શોભે
મંજુકેશાનંદનુ , મનડું જોઇ લોભે.                              અહો.૪

મૂળ પદ

માવા તમારી મૂર્તિ, મારા રુદિયામાં રાખું

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી