મારી ઇચ્છા એવી છે સ્વામી, ઘણી વાતો કહેવી છે સ્વામી ૨/૪

 મારી ઇચ્છા એવી છે સ્વામી, ઘણી વાતો કહેવી છે સ્વામી;
	આવોને ઘેર કરાવો લે’ર, એક તમારી ખામી છે...ટેક.
મારે જાણવા છે હરિ તમને, મારે માણવા છે હરિ તમને;
	મને જ્ઞાન તમારું આપો, મારાં બંધન કાપી નાખો...મારી૦ ૧
સ્વામી સદાય રાજી રહેજો, મને ઉપાય તમારા કહેજો;
	મળું કેમ તમોને પ્યારા, જાણું માણું કેમ હે પ્યારા...મારી૦ ૨
કહે જ્ઞાનજીવન હે હૈયા, મેં તો વિનતિનાં વચનો કહ્યાં;
	તમે સુણજો મારા સ્વામી, મારાં લૂછજો આંસુ સ્વામી...મારી ૦ ૩
 

મૂળ પદ

મને ઉગારો હે સ્વામી ! મને સુધારો હે સ્વામી

મળતા રાગ

મને ઉગારો હે સ્વામી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૪
Studio
Audio
0
0