ભાઇઓ ભજી લ્યો ભગવાન, ભૂમિ પ્રગટ થયા સુખદાન૪/૪

ભાઇઓ ભજી લ્યો ભગવાન, ભૂમિ પ્રગટ થયા સુખદાન ||ટેક||
સાચા સંતની સોબત કરીને, કરજો હરિ રસપાન
સ્વામિનારાયણ નામ સમરજો, ધરજયો નિત નિત ધ્યાન. ભાઇ.૧
આજ કાલમાં હું તું કરતા, મરી જવું નેદાન
ફેલ ફતુર ને પાપ ન કરશો, ભજો રસીકવર કાન . ભાઇ.૨
જ્યારે જમના દૂત પકડશે, ભૂલશો તનનું ભાન
ત્યારે હરિ વિના ધન દોલત, આડુ ન આવે આન ભાઇ.૩
આ અવસર નહીં ચેતો પ્રાણી, તો થાશે બહુ જ્યાન
મંજુકેશાનંદનો સ્વામી, ધ્યાન તણું નિશાન. ભાઇ.૪

મૂળ પદ

પ્રાણીયા મનુષ્યતન પાઇ, તે નવ સમર્યા સુખદાઇ

રચયિતા

મંજુકેશાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0