જોને આવી જયંતિ હરિતણી રે, જાણે મોંઘા રત્નોની વહેંચણી રે.૪/૪

જોને આવી જયંતિ હરિતણી રે, જાણે મોંઘા રત્નોની વહેંચણી રે.
જેણે લુંટ્યો એ લાવ હિંમત કરી રે, એને જન્મ મરણ નાવે ફરી રે.
બ્રહ્મચર્યમાં સહાય એની ઘણી રે, દીસે મોક્ષ તણી નિસરણી રે. જોને.
હરિ મૂર્તિમાં પ્રીતિ એ તો આપતી રે, કોટિ જન્મોનાં દુઃખડાં કાપતી રે
દાસ નારાયણ સુભગ એનું શરણું રે, વ્રત કરી પ્રીતમવર પરણું રે. જોને.

મૂળ પદ

હરિ જયંતિ વ્રત હેતે કીજીયેરે, એનો મહિમા તે ઉર ધારી લીજીયે.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી