સ્વામિનારાયણ ભગવાન જોબને જાણ્યારે, ૧/૧

સ્વામિનારાયણ ભગવાન જોબને જાણ્યારે,
બીજું ત્યાગ કર્યું અભિમાન, મોહન માણ્યારે.
એહના માત પિતાને ધન્ય જોબન ભાયારે,
એકાંતિક થયા હરિજન જુઠી જાણી કાયારે.
સત્સંગી થઇ હરિ સંગ લાવો લીધો રે,
હરિભક્તિ કરી નવરંગ હરિ રસ પીધો રે.
સતસંગ વિષે કુરબાન કરી છે કાયારે,
અતિ સાચા જાણી ભગવાન ત્યાગ કરી માયા રે.
થયા પાવન આ જોબન કરીને સેવારે,
કહે નારણદાસ આવું મન અક્ષર લેવારે.

મૂળ પદ

સ્વામિનારાયણ ભગવાન જોબને જાણ્યારે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી