નમું સમરથ શ્રી ભગવાન, નથી તમથી બીજો બળવાન;૧/૧

નમું સમરથ શ્રી ભગવાન, નથી તમથી બીજો બળવાન;
તમે જે જે ધારો તે તે થાય, સત્ય સંકલ્પ આપ સદાય.૧
પુરુષોત્તમ પૂર્ણ બ્રહ્મ, જેણે નેતિ કહે છે નિગમ;
શેષ સહસ્ત્ર વદન ગુણ ગાય, અજ અમર ઇચ્છે સદાય.૨
સર્વાતીત અજીત અપાર, જીવ ઇશ્વર અક્ષરાધાર;
માયા પર અક્ષર જેનું ધામ, તેનું સ્વામિનારાયણ નામ.૩
વિધિ હરની અરજ ઉરધારી, આવ્યા અવનિ ઉપર અવતારી;
કોટિ જીવોનાં કલ્યાણ કાજ, આવ્યા મુક્તો ને મહારાજ. ૪

મૂળ પદ

નમું સમરથ શ્રી ભગવાન, નથી તમથી બીજો બળવાન;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી