નમું નમું સહજાનંદ સ્વામી, પ્રાણજીવન મારા;૧/૨

નમું નમું સહજાનંદ સ્વામી, પ્રાણજીવન મારા; ટેક.
દયા નિધિ દયા કરી ભારી, અક્ષરથી આવ્યા અવતારી;
ગુણીયલ ગોવિંદ ગિરધારી, સેવકનાં સંકટ હરનારા-નમું નમું.
અગમ તે સુગમ થયા સ્વામી, બિરાજ્યા બંગલે બહુનામી;
ભાંગી મારી દર્શન દઇ ખામી, અલૌકિક આંખ તણા તારા-ન.
આજ મારો જન્મ સફળ કીધો, લાવો મેં હરિ સંગે લીધો;
પ્રેમરસ પૂરણ મગન પીધો, સૃષ્ટિના છો સરજનહારા-નમું નમું.
આજ મને કૃતારથ કીધો, શામળીયે સંભાળી લીધો;
કોલ પણ કલ્યાણનો દીધો, નારાયણદાસ તણા પ્યારા-નમું નમું.

મૂળ પદ

નમું નમું સહજાનંદ સ્વામી, પ્રાણજીવન મારા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી