જય જય શ્રીજી પ્રગટ પૂરણ પુરુષોત્તમ અવતારી૨/૨

જય જય શ્રીજી પ્રગટ પૂરણ પુરુષોત્તમ અવતારી  ટેક.
અનાદિ અક્ષરના વાસી, ચરણમાં ગંગા અને કાશી;
સનાતન શ્રીજી સુખરાશી, ભુતળ પર ભક્તિ વિસ્તારી- જય જય.
દેવના દેવ સકળ સ્વામી, ચરાચર સર્વાંતર્જામી;
ધર્મસુત ધામ તણા ધામી, સદા છો ગુણવંત ગિરધારી- જય જય.
સર્વાધિક સામરથનો નહિ પાર, આવિયા જગપતિ જગ મોઝાર;
થયા છો ધર્મતણા કુમાર, કર્યા સહુ પાવન નરનારી- જય જય.
આવિયા અવનીપર વાલો, સ્થાપવા ધર્મ ધર્મ લાલો;
છબીલો સુંદર છોગાળો, નારણદાસ ચરણ વારી- જય જય. 

મૂળ પદ

નમું નમું સહજાનંદ સ્વામી, પ્રાણજીવન મારા;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી