આવો અક્ષરના આધાર તમને વંદુ વારંવાર ૧/૧

 

આવો અક્ષરના આધાર તમને વંદુ વારંવાર ટેક.
પ્રકૃતિ પુરુષના પ્રેરક, સકલ ઇશના ઇશ;
ઉત્પતિને સ્થિતિ કરતા, પ્રલય કરો જગદીશ- આવો. ૧
ધર્મ સ્થાપવા ધરણી ઉપર, આવ્યા છો અવતારી;
અનેક જીવો ઉદ્ધારવાને, મહેર કરી મોરારી- આવો. ૨
ગજ છોડાવ્યો ગુણીકા તારી, અજામેળ ઉધાર્યો;
પ્રહલાદજીનું પાલન કીધું, હિરણ્યકશિપુ માર્યો- આવો. ૩
રાવણ માર્યો સીતા વાળી, વિભીષણને સ્થાપ્યો;
વામન રૂપે વપુ વધારી, બળી ચરણથી ચાંપ્યો- આવો.૪
અનેક ગુણ છે અલબેલાના, ગણતાં નાવે પાર;
અરજી નારણદાસ કરે છે, વાલમજી કરજો વ્હાર- આવો.૫

મૂળ પદ

આવો અક્ષરના આધાર તમને વંદુ વારંવાર

મળતા રાગ

(નરહરિ નંદલાલ ભજો ગોવિંદ ગોપાળ)

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી