હું શ્રીજીનારે ચરણ કમળ બલીહારી, ૧/૧

હું શ્રીજીનારે ચરણ કમળ બલીહારી, જાઉં શ્યામ છબી પરવારી;
રૂડાં નિરખું રે ચિન્હ ષોડષ સુખકારી, જુગલ પદમાં બિરાજે અઘહારી. ટેક.
અષ્ટકોણ ઉર્ધ્વ રેખું, વજ્ર અંકુશ નિત્ય નિત્ય દેખું;
મારા ભાગ્યતણું નથી લેખું, ધ્વજ કમળરે ધારું ધીરજતા ધારી.... જા.
જવ જાંબુરે સ્વસ્તિકની ખૂબી સારી, જોઉં અંતરમાં ઉતારી;
દક્ષિણ પદમાંરે ચીહ્ન કહ્યાં નવ ધારી, હવે વામનાં કહું વિસ્તારી;...જા.
ત્રિકોણ કલશને ગોપદ ગાઉં, નભ મિન ધનુષ્ય ઉર લાઉં;
અર્ધચંદ્ર જોઇને હરખાઉં, સપ્ત ચિન્હ રે વામ પદે દુઃખહારી;
દ્રગ દેખીરે દુઃખ દારીદ્ર દૂર ટાળ્યાં, વળી વેર ચોરાશીનાં વાળ્યાં.
પાની પિંડી ઉભય ઉરૂ જાનું, કટીમેખલામાં મન માન્યું;
હવે શત્રુ નડે મુને શાનું, પડે ત્રિવળીરે ઉદરમાં અતિ સારી. ૩
ભુજ લાંબા રે હથેળી પંકજ પાન, પો'ચી વેઢ વિંટી રૂપવાન;
ઉપડતિ રે છાતિ અતિ સુખવાન, તેમાં લક્ષ્મી કરે ગુલતાન;
કંઠ ચિબુક અધર પ્રવાળ, નાશા નેણ ભ્રકુટી ને ગાલ;
મુખચંદ્ર તિલક રૂડું ભાલ, દંત પંક્તિ રે દાડમ બીજ પિયારી. ૪
શ્રવણ શોભે રે લોચન કમળ સમાન, અણિયાળાં પદ્મનું પાન.
નવ નીરદ તન ઘનશ્યામ, અતિ પ્રિય અધિક અભિરામ;
નારણદાસને ઠરવાનું ઠામ નિત્ય રહેજો આંખ સમીપ અવતારી.

મૂળ પદ

હું શ્રીજીનારે ચરણ કમળ બલીહારી,

મળતા રાગ

મનમોહન રે સુંદર મુરતિ તમારી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી