સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી,પ્રભુ પ્રગટ્યા પૃથ્વીમાંય, સદા સુખકારી;૧/૨

શ્રીજી મહારાજના જન્મ ચરિત્રની સંક્ષિપ્ત લીલા
પદ ૧/૨ (રાગ : લાવણી નાટકી)
પદ ૬
સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી;
પ્રભુ પ્રગટ્યા પૃથ્વીમાંય, સદા સુખકારી. ૧
તે કહું કરી સંક્ષેપ, સુધા સમ આજ;
થાય પાવન સુણી નરનાર, સમસ્ત સમાજ. ૨
અતિ અધર્મ થયો અપાર, જગતમાં જ્યારે;
ત્યારે ધર્યો અવતાર, ધરમ કુમારે. ૩
થયાં નરનારી બહુ ભ્રષ્ટ, અધર્મી ઘોર;
મહા પાપ કરે પ્રચંડ પાખંડી ને ચોર. ૪
થઇ ચારે વરણ એકતાર, તજી મર્યાદ;
હરિજનને દે છે દુઃખ, કુડાં કરી વાદ. ૫
તે જાણ્યું શ્રી જગદીશ, અંતરની માંય;
હરિ હણવા ભૂમિ ભાર, કરી ઇચ્છાય. ૬
હરિ કરવા ધાર્યો આજ, કળી જાળ નાશ;
થયા પ્રકટ કહે કર જોડી, નારાયણદાસ. ૭

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી