જે બદ્રીકાશ્રમમાંય, બની હતી પેર;૨/૨

પદ ૨/૨ 
પદ ૭
 
જે બદ્રીકાશ્રમમાંય, બની હતી પેર;
તે સત્ય કરવા શ્રી નાથ, કરી છે મેહેર.
થયો દુર્વાસાનો શ્રાપ, નિમિત લઇ આવ્યા;
સંગે મુક્ત મહંત અનંત, અક્ષરના લાવ્યા.
જે ઉદ્ધવનો અવતાર, રામાનંદ સ્વામી;
તે આવ્યા અવની માંય, મહા નિષ્કામી.
જે આસુરી અપાર, તેની જડ ખોવા;
નરરૂપ થયા નરવીર, કળી મળ ધોવા.
સંતોને દેવા સુખ, ભક્ત ભયહારી;
દૈત્યોને દેવા દુઃખ, આજ અવતારી.
જે અનંત ઇશના ઇશ, સકલ જગ સ્વામી;
તે પ્રકટ્યા પૂરણ બ્રહ્મ, સર્વાંતર જામી.
આવી કર્યા એકાંતિક ધર્મ, પૂરણ પ્રકાશ;
કર જોડી કહે સંત વાત, નારાયણદાસ.
 
સાખી :-
સરવાર્ય દેશ સોહામણો, છપૈયા શુભ ગામ, 
ભક્તિ ધર્મના ભુવનમાં, પ્રગટ્યા શ્રી ઘનશ્યામ.
સાખી :- સવંત્ અઢારસો સાડત્રીસનો, રૂડો ચઇતર માસ;
શુક્લ નવમી ચંદ્રવારે, પ્રગટ્યા શ્રી અવિનાશ.  

મૂળ પદ

સુણો હરિજન સૌ એક વાત, અનુપમ સારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી