છપૈયામાં સુખકારી રે પ્રગટ થયા, ૧/૧

પદ૧/૧ (મુખડાની માયા લાગીરે, મોહન તારા)
પદ ૯
 
છપૈયામાં સુખકારી રે પ્રગટ થયા, અનુકંપા ઉર ધારીરે...... પ્રગટ થયા ટેક.
ભક્તિના ભૂવન વિષે તેજ તેજ તેજ દિસે, તેજ વિષે ઇશ ઇશરે....  પ્રગટ થયા...........૧
આનંદ આનંદ છાયો, સમીર શિતળ વાયો, મોતીડાંનો મેધ આવ્યો રે...  પ્રગટ થયા...........૨
માનુની મંગળ ગાવે, હરિને જોવાને આવે, મુખ જોઇને મુદ પાવેરે....  પ્રગટ થયા...........૩
સુર સૌ વૈમાન લાવી, ફૂલ વૃષ્ટિ કરે આવી, પ્રેમ પુરો દર્શાવી રે......  પ્રગટ થયા...........૪
દાસ તો નારણ કે'છે પૂરણ પુરુષોત્તમ જે છે, 
ધર્મના કુમાર તે છે રે...  પ્રગટ થયા...........૫ 

મૂળ પદ

છપૈયામાં સુખકારી રે પ્રગટ થયા,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી