પ્રગટ્યા પ્રભુજી સુંદર છપૈયા પુરમાંરે, ૧/૧

પદ ૧/૧ (રાગ : પૂનમ ચાંદની ખીલી)

પદ ૧૧
પ્રગટ્યા પ્રભુજી સુંદર છપૈયા પુરમાંરે,
સુણી ઉમંગ્યા અંતર અમર અપાર;
ઉરમાં ચંદ્રને સુરેન્દ્ર આનંદ પામીયારે,
કરે પુષ્પની વૃષ્ટિ વારંવાર.....પ્રગટ્યા; ટેક.
સાખી :- સુરનર સૌ મનહરખીયા, મુનિ મનરંજન થાય;
દૈત્યોના મન દાઝીયાં, હરિજન સૌ હરખાય.
દેવ ત્રિયા તે મળી મળ��� મંગળ ગાય છે રે,
અંગે સજીયા છે સોળે શણગાર---પ્રગટ્યા..........૧
સાખી :-દેવ દુંદુભિ ગડગડ્યાં, નભછાયો વૈભવ;
ગંધર્વ લાગ્યા ગાવવા, તોડે ભારે તાન.
ઘમ ઘમ ઘમ ઘમરે ઘમકે રૂડી ઘુઘરી રે.
નાચે રંભા ને થાય થેઇ થેઇકાર પ્રગટ્યા..........૨
સાખી :-ગણ સહીત ગિરજાપતી, ડમ ડમ ડાક બજાય.
નારદ તુંબરું નાચતા, તણ તણ તાંત જ થાય.
જેવો ઉપજ્યો છે આનંદ આસમાનમાંરે,
તેવો અવની ઉપર પ્રેમ અપાર—પ્રગટ્યા............૩
સાખી :-નિર્મળ મુનિજન મન થયાં, નિર્મળ સરિતા નીર;
નિર્મળ નભ રાશિ ઉગીયો, નિર્મળ વાય સમીર.
નિર્મળ નારાયણદાસ હરિગુણ ગાય છે રે,
પામી પુરુષોત્તમને ઉતરીયા ભવપાર—પ્રગટ્યા.....૪

મૂળ પદ

પ્રગટ્યા પ્રભુજી સુંદર છપૈયા પુરમાંરે,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી