આજ છપૈયા ગામમાં સજની, ઘેર ઘેર મંગળાચાર ૧/૧

 પદ ૧/૧ (આજ રાધિકા બાગમાં નીખર્યાં ગુણવંત ગિરધારી)

પદ ૧૨
આજ છપૈયા ગામમાં સજની, ઘેર ઘેર મંગળાચાર        ટેક.
ભક્તિનું ભાગ્ય અતિભારી, પ્રગટ્યા પ્રભુ ગુણવંત ગિરધારી,
ધર્મદેવ ઘેર ધર્યો અવતાર....આજ છપૈયા..........               ૧
માનની મળી મળી મંગળ ગાય, વાલાને વળી વળી જોવા જાય.
                મુકે નહિ છેટે એક લગાર..... આજ છપૈયા............              ૨
સોનાનો થાળ ભરી લાવે, વાલાને મોતિડે વધાવે;
                વાજાં વાગે ધરમદેવને દરબાર... આજ છપૈયા.....             ૩
હરિ મુખ જોઇ આનંદ પામે, બોલાવે કહી-કહી ઘનશ્યામ;
                શોભે શિર ટોપી તેજ અંબાર.. આજ છપૈયા............             ૪
કંદોરો કટીપર અતિ શોભે, ઝાંઝર ને ઝૂલડીમાં મન લોભે;
                નારણદાસ વારી જાય વાર હજાર... આજ છપૈયા...             ૫
 

મૂળ પદ

આજ છપૈયા ગામમાં સજની, ઘેર ઘેર મંગળાચાર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી