લોજ નગર રૂડું કહાવે, મુક્તાનંદાદિ સાધુ રહાવે;૧/૨

પદ ૧/૨ રાગ :ચોપાઇ

પદ ૧૪

લોજ નગર રૂડું કહાવે, મુક્તાનંદાદિ સાધુ રહાવે;

તેની પાસે રહ્યા બહુનામી, કર્યા ગુરુ રામાનંદ સ્વામી.૧

પછી ફર્યા દેશો દેશ વાલો, ધર્મ સ્થાપવાને ધર્મલાલો;

સાથે લઇને સંત સમાજ, પુર નગરમાં મહારાજ.૨

ગઢપુર રહ્યા ગિરધારી, કર્યા પાવન સૌ નરનારી;

વાલે કીધો છે અધર્મ નાશ, સ્વામી સુધર્મ કીધો પ્રકાશ.૩

વાલે ઉદ્ધવ પંથ પ્રસાર્યો, મતવાદીનો મદ ઉતાર્યો;

રીતિ કાઢી અલૌકિક નવી, નરનારીની સભા જુજવી.૪

વિધિ નિષેધ નિયમ પળાવ્યા, રૂડા ભક્તોને સંત બનાવ્યા;

ટાળ્યા કોટીક જીવોના ત્રાસ, સત્ કહે છે નારણદાસ.૫

મૂળ પદ

લોજ નગર રૂડું કહાવે, મુક્તાનંદાદિ સાધુ રહાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી