વાલે પરચા પૂર્યા અપાર, પામે આશ્ચર્ય સહુ નરનાર;૨/૨

પદ ૧૫ પદ-૨/૨

વાલે પરચા પૂર્યા અપાર, પામે આશ્ચર્ય સહુ નરનાર;

થયા આશ્રિત જીવ અનેક, તેનો ગણતાં આવે નહિ છેક.૧

વળી સત્સંગ સેતુ ચલાવી, સત્ શાસ્ત્રો દીધાં સમજાવી;

કળી મધ્યે કીધાં છે કલ્યાણ, મતિ મંદ શું જાણે અજાણ.૨

મોટાં –મોટાં બનાવિયાં ધામ, માંહી સ્થાપિયા દેવ અકામ;

તેનાં દર્શન કરે નરનાર, તે તો ઉતરશે ભવપાર.૩

આજ અઢળક ઢળિયા નાથ, રમ્યા જમ્યા ઘણું સખા સાથ;

વાલે સર્વોપરી સુખ આપ્યા, નારણદાસના બંધન કાપ્યાં.૪

મૂળ પદ

લોજ નગર રૂડું કહાવે, મુક્તાનંદાદિ સાધુ રહાવે;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી