પ્રેમથી પધાર્યા હરિ રે અક્ષરવાસી, ૧/૧

પદ ૧/૧(રાગ : મુખડાની માયા લાગી રે મોહન તારા)

પદ ૧૬

પ્રેમથી પધાર્યા હરિ રે અક્ષરવાસી,

મેહેર તો મહારાજ કરી રે અક્ષરવાસી. ટેક

દેશ ને વિદેશ ફરી, જ્ઞાનનો ઉપદેશ કરી,

જીવને બચાવ્યા હરિ રે... અક્ષરવાસી.૧

અવિદ્યા નારીને મારી, કાઢી છે સત્સંગ બહારી,

જ્ઞાનરૂપી ખડગ ધારી રે.... અક્ષરવાસી.૨

કામ ક્રોધ લોભ હણી, સંત કીધા શિરોમણી,

ભીતિ ભાંગી ભવતણી રે.. અક્ષરવાસી.૩

અક્ષરની તો વાટ વહેતી, ખડી નથી રજ રહેતી,

ભક્તચાલ્યા જગ જીતી રે.. અક્ષરવાસી.૪

દાસ તો નારણ કહે છે, અક્ષરમાં અખંડ જે છે;

શ્રીજી તો મહારજ તે છે રે... અક્ષરવાસી.૫

મૂળ પદ

પ્રેમથી પધાર્યા હરિ રે અક્ષરવાસી,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી