મહા મંગળકારી, મૂર્તિ તમારી, દેવ મોરારી દુઃખ હરો દીનાનાથ;૧/૨

પદ ૧૯(રાગ મહાલ-તાલ દાદરો)

પદ ૧૯

મહા મંગળકારી, મૂર્તિ તમારી, દેવ મોરારી દુઃખ હરો દીનાનાથ;

નિજ સેવક ધારી, લેજો ઉગારી, તમ ઉરવારી દુઃખ હરો દીનાનાથ.

સર્વના કારણ, ભવ જળ તારણ, દોષ નિવારણ નાથ;

ભક્ત ઉદ્ધારણ, દુષ્ટ સંહારણ, જીવન ઝાલો હાથરે -મહા.૧

સુરનર નાયક, સંકટ સહાયક સુખદાયક શ્યામ;

ભજવા લાયક, પામવા લાયક, સુંદર સુખના ધામરે.-મહા.૨

કાળના કાળ, શરણાગત સ્વામી, પ્રણતજન પ્રતિપાળ;

અનાથ નાથ, સદા સુખસિંધુ, ભક્તિ ધર્મના બાળ રે.-મહા.૩

ચરણ તમારા, સેવીને સ્વામી, સુખી થયા છે અપાર;

વિપત વામ્યા રે, આનંદ પામ્યા, અનેક નર ને નાર રે-મહા.૪

ભક્ત પ્રહલાદને કારણ ધરીયું, શ્રી હરિ નરસિંહ રૂપ;

વજ્રના સ્થંભમાં વપુને ધારી, મારીયો મોટો ભુપરે—મહા.૫

ભક્તોના વહાલા ભક્તિના લાલા, ભક્તોના રાખો માન;

ભક્તોની વ્હાંરે ચઢો વનમાળી, કેશવ કૃપા નિધાન રે.-મહા.૬

ગાંડો ઘેલો હું ભક્ત તમારો, ચરણનો ગરજુ ગુલામ;

નારણદાસને સેવક ધારી, દયા કરો ઘનશ્યામ રે—મહા.૭

મૂળ પદ

મહા મંગળકારી, મૂર્તિ તમારી, દેવ મોરારી દુઃખ હરો દીનાનાથ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી