સુણો સૌ નરનારી, આશ્ચર્યકારી, મોહનનો મહિમાય;૨/૨

પદ ૨

પદ ૨૦

સુણો સૌ નરનારી, આશ્ચર્યકારી, મોહનનો મહિમાય;

કથે વેદ ઉચ્ચારી , ગુણ વિસ્તારી, મોહનનો મહિમાય ટેક.

શેષ મહેષ સુરેશ ગણેશ, અજ અમર ગુણ ગાય;

નારદ શારદ પાર ન પામે, ચરણ સેવે સદાય રે-સુણો.૧

મન વાણી જેનો પાર ન પામે, નેતિ કહે છે નિગમ,

અખિલેશ્વર અખંડ અનાદિ, પુરુષોત્તમ પરિબ્રહ્મ રે.-સુણો.૨

અનંતકોટિ બ્રહ્માંડ રહ્યાં છે, રોમ તણે આધાર;

તે અક્ષરના આપ નિયંતા, ભક્તિ ધર્મના કુમાર રે-સુણો.૩

જીવ કોટિ ને ઇશ્વર કોટિ, મુક્ત કોટિ જે અપાર;

તેના નિયંતા નાથ તમે છો, દિવ્ય સદા સાકાર રે-સુણો.૪

કાળ માયાદિ કોટિક શક્તિ, થર થર કંપે કાય;

હાથ જોડીને હાજર રહે છે, હુકમ પાડે સદાય રે-સુણો.૫

વરૂણ વિદ્વાન વચન પાળે, પાળ વિના રહે નીર;

સુર્ય શશિ નિત્ય ફરતા રહે છે, રાત દિવસ અચીર રે.સુણો.૬

જેના વરસાવ્યા મેધ જ વરસે, વસુંધરા રહે સ્થિર;

અધર તારા મંડળ રમે છે, સુંદર વાય સમીર રે.સુણો.૭

કોટિક જીવનાં કલ્યાણ કરવા, પ્રગટ્યા પૃથ્વીમાંય;

નારણદાસના નાથ હમારી, સહાય કરોને સદાય રે.સુણો.૮

મૂળ પદ

મહા મંગળકારી, મૂર્તિ તમારી, દેવ મોરારી દુઃખ હરો દીનાનાથ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી