અક્ષરવાસી અલબેલા તમ પરવારી ૧/૧

 પદ ૨૧(રાગ :પંથી પરદેશી ચિત્ત સોંપી હું અ ચા...લી)

પદ ૨૧
                        અક્ષરવાસી અલબેલા તમ પરવારી   
                        સુંદર છોગાળા છેલ જાઉં બલીહારી                 ટેક.
સાખી  :           સર્વ દેવના દેવ છો, સર્વ ઇશના ઇશ;
                        પરમાત્મા પ્રગટ થયા, નાથ અક્ષરાધીશ.
                        કરવા કોટિ ભવ પાર નર ને નારી;
                        હરવા ભૂમિનો ભાર કુંજ વિહારી.                       ૧
સાખી  :           સર્વાધાર છો શ્રીહરિ, સર્વ શક્તિમાન;
                        સર્વોપરિ સુખ આપતા, ભક્તોને ભગવાન.
                        પ્રગટ્યા સ્વામી સુજાણ શ્રી અવતારી,
                        અવની ઉગ્યા છો ભાણ, દેવ મોરારી.               ૨
સાખી  :           સર્વ ગુણ શામળા, રહે છે તમારી પાસ;
                        કલ્યાણ કરજો મારૂ;કહે છે નારણદાસ.
                        કરીએ નિત્યે ગુણ ગાન પાવનકારી.
                        ધરીએ ધરમ કુંવરનું ધ્યાન રુદીએ ધારી.        ૩

મૂળ પદ

અક્ષરવાસી અલબેલા તમ પરવારી

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી