આનંદ તન ઘનશ્યામ છબીલો વર, આનંદ તન ઘનશ્યામ ૧/૧

પદ ૧ (રાગ : જોયા શ્રી ધર્મકુમાર ચતુર વર)પદ ૨૨

આનંદ તન ઘનશ્યામ છબીલો વર, આનંદ તન ઘનશ્યામ,
પ્રીતમ પૂરણ કામ, છબીલો વર, આનંદ તન ઘનશ્યામ      ટેક.
આનંદ મૂર્તિ ઉરમાં ધરું.દુઃખડા જાય તમામ—છ.
પાઘ પેચાળી બાંધી રૂપાળી, છોગાં સહીત સુખધામ—           છ.૧
જામો જરીનો બુટ્ટા ભરેલો, શેલું સોનેરી ખભે વામ—છ.
મોંઘા મણીનો રૂડો હાર પે'રાવું, ખરચીને ખુબ દામ—          છ.૨
બા'યે તે બાજુ કાજુ કાનમાં કુંડળ, હેમ કડા પૂરે હામ-છ.
રૂપ અનુપ જોઇ રસિયા કેરૂં, લાજ પામે કોટિ કામ.—           છ.૩
શોભી રહ્યો છે સુરવાળ સોનેરી, રેશમ નાડી અભિરામ—છ.
કેડે કંદોરો રૂડો ઘુઘરીયાળો, પાયે ઝાંઝર સુખધામ—           છ.૪
સંતમંડળમાં શોભે સલૂણો, ભક્ત તણો વિશરામ—છ.
નારણદાસનો નાથ અમારૂં, પૂરણ ઠરવાનું ઠામ—                  છ.૫

મૂળ પદ

આનંદ તન ઘનશ્યામ છબીલો વર

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી