ઘણી મેં’ર કરી ઘનશ્યામજી, આવ્યા અક્ષરથી અવિનાશ; ૧/૧

પદ ૨૩ (રાગ : સંત પારસ ચંદન બાવના)
 
ઘણી મેં'ર કરી ઘનશ્યામજી, આવ્યા અક્ષરથી અવિનાશ;ટાળ્યા જન ત્રાસ, પૂરી મન આશ,  પ્રીતમજી પધારિયા.ટેક
ધન્ય દાદાખાચરના દરબારને, નિત્ય વચનામૃતમાં વંચાય,શોભા સંત ગાય, કહી નવ જાય- પ્રીતમજી.૨
ઘણી લીલા કરી ગઢપુરમાં, જગતાત ગયા જુનેગઢ;લગાડી ત્યાં રઢ, કર્યા સૌને દ્રઢ- પ્રીતમ.૩
દેશો દેશમાં સત્સંગ સ્થાપીયો, ધોળકે ધોળેરે ધર્મ તનુજ;કચ્છ દેશ ભુજ, રહ્યાં પુરલોજ- પ્રીતમ.૪
જેતલપુરમાં જગન વા'લે કીધેલો, અમદાવાદ વસ્યા અવિનાશી;કરી ત્યાં ચોરાશી, ટાળી જમ ફાંસી--પ્રીતમ.૫
વા'લે ડભાણ ડંકો વગાડીયો, કીધો મહારુદ્ર તે અતિ ભારે;હોમે ઘૃત ધારે, જમે વર્ણ ચારે— પ્રીતમજી.૬
વડતાલે વસ્યા મારો વાલમો, ઘણો રંગ રમ્યા ગિરધારી;સેવા કરે સારી, સાધુ ને બ્રહ્મચારી— પ્રીતમજી.૭
બહુનામી બિરાજ્યા વડોદરે, કરી હાથીની ત્યાં અસવારી;જોવા નરનારી, થઇ ભિડ ભારી--  પ્રીતમજી.૮
ઘણા સંતોને લાડ લડાવિયા, સુખકારી ગયા સુરત શહેર;ભરૂચ ભલી પેર, મોહન કીધી મેં'ર--  પ્રીતમજી.૯
ઘણું ગોમતી નાહ્યા ઘનશ્યામજી, મહિસાગર ને સરસ્વતી;રેવા સાબરમતી, ઘેલો નાહ્યા અતી---- પ્રીતમજી.૧૦
નાહ્યા કાંકરિયામાં શ્રી કૃષ્ણજી, કુપસર સરોવર વાપિ ;નાતાં નદી તાપી, પાવન કર્યા પાપી--- પ્રીતમજી.૧૧
ઘણા પરચા પૂર્યા ઘનશ્યામજી, તેનો ગણતાં આવે નહિ પાર;બહુ ચમત્કાર, બતાવ્યો મોરાર— પ્રીતમજી.૧૨
વા'લે ધર્મ સ્થાપ્યો ધરણી ઉપરે, વા'લે કહાડ્યો અધર્મ કઠોર;પાખંડી ને ચોર, ભાગ્યું તેનું જોર--  પ્રીતમજી.૧૩
વ્હાલે આનંદ આપ્યો અતિ ઘણો, મળીયા નારણદાસનો નાથ;ગ્રહ્યો મુજ હાથ, થયો છું સનાથ--  પ્રીતમજી.૧૪

મૂળ પદ

ઘણી મેં’ર કરી ઘનશ્યામજી, આવ્યા અક્ષરથી અવિનાશ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી