અલૌકિક આંખડી ત્હારી રે છબીલી કામણગારીરે ૨/૨

 પદ- ૨

અલૌકિક આંખડી ત્હારી(૨)રે, છબીલી કામણગારીરે    ટેક.
આંખડી ત્હારી છે અણિયાળી, કમળપત્ર સમાન,
ઉદરમાં ત્રિવળી બિરાજે, જાણે પિપળ પાન;
        જોઇ મોહી વ્રજની નારી(૨)રે                           અલૌકિક.૧
નેણ ને વેણ અનુપમ દીસે, અધર તે બીંબ લાલ;
નાસિકા નમણી શુક સરખી, કેસર તિલક ભાલ.
        ભ્રકુટિ વાંકડી ભારી(૨)રે                                  અલૌકિક.૨
અંગો અંગની શોભા અજબ, મુખે કહી નવ જાય,
રૂપ તમારૂં જોઇને રસિયા, કોટિક કામ લજાય.
        રહેતી નથી ધિરજ મારી(૨) રે                         અલૌકિક.૩
વદન છબિ ઉપર હું તો, વારી કોટિક વાર,
નારણદાસના નાથ પધારો, હૈડા કેરા હાર;
        મનોહર મુગટ ધારી(૨)રે                                 અલૌકિક.૪
 

મૂળ પદ

સદા સુખદાયક સ્વામીરે, મળ્યા મને અંતર જામી રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી