કષ્ટહરણ, શાંતિકરણ, ભઉભંજન હરિ, ૧/૧

પદ ૨૮ (રાગ : ત્રિવિક્રમ)              પદ ૨૮

કષ્ટહરણ, શાંતિકરણ, ભયભંજન હરિ,
 જગતપતિ નાથ તમે નરતનું ધરી.                      કષ્ટ હરણ ટેક.
ભક્તપાળ ભક્તિલાલ ભક્તના પતી,
 અનેક રૂપ નાથ ધરો ભક્તની વતી,
 ભક્તપ્રિય પ્રાણ થકી આપને અતી, ધામી, સ્વામી, નામ;
 સર્વેશ્વર વિશ્વભર ભક્તપર મેહેર રે કરી.               કષ્ટ હરણ.૧
કમળનેણ, મધુરવેણ, આપ ઉચરો,
ભક્ત તણાં મન રસિક રંજન કરો,
દાસનાં વિલાસ કરી દુઃખડા હરો, પ્રભુ, વિભુ, શંભુ.
તાપ તરણ, જન્મ મરણ, આપ શરણ આવે ના જરી કષ્ટ હરણ.૨
કોટિક બ્રહ્માંડના રાજધિરાજ છો,
અક્ષર આદિ સરવ તણા શિરતાજ છો;
ભવાબ્ધિ તારક જદુનાથ જહાજ છો, નીતિ, રીતિ, પ્રતિ;
નારણદાસ, પ્રભુ પાસ, કહે ખાસ, વિનતિ કરી.     કષ્ટ હરણ.૩

 

 

મૂળ પદ

કષ્ટહરણ, શાંતિકરણ, ભયભંજન હરિ,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી