અવતારી રે ગિરિધારી પ્રભુ સુખકારી હવેમારી વા’ર કરો વ્રજરાજ.૧/૨

 પદ- ૧ (રાગ મહાડ)               પદ ૨૯

અવતારી રે ગિરિધારી પ્રભુ સુખકારી હવેમારી વા'ર કરો વ્રજરાજ.
આનંદ કંદ ધર્મકુળ ચંદ, વંદે મહા મુનિરાજ;
સાહેલી વૃંદ ગાયે કરી છંદ, સહજાનંદ શિરતાજ            -અવતારી.૧
સર્વના કારણ ભવજળ તારણ, સ્વામિનારાયણ નામ;
ભક્ત ઉદ્ધારણ દોષનિવારણ, દુષ્ટ સંહારણ શ્યામ         -અવતારી.૨
ધર્મના નંદન ચારુ ચંદન, ચરચું વંદન કરી આજ;
શત્રુ નિકંદન સમરું હું નિશદિન, સુખ સંપાદન સાજ      -અવતારી.૩
આશ પુરો પ્રભુ દાસ તમારો, ત્રાસ હરો અવિનાશ;
નારણદાસ હુલ્લાસ થઇ કહે, પાસ રહો બારે માસ        -અવતારી.૪
 

મૂળ પદ

અવતારી રે ગિરિધારી પ્રભુ સુખકારી હવેમારી વા’ર કરો વ્રજરાજ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી