લટકાળા છો ધર્મલાલ, માણકીવાળા, છેલ છોગાળા સુંદર શ્યામ૨/૨

પદ -૨

પદ ૩૦

લટકાળા છો ધર્મલાલ, માણકીવાળા, છેલ છોગાળા સુંદર શ્યામ. હરિજન મુનિજન તનમન રંજન, દર્શન કરવા ચહાય

ભક્તિ નંદન દુરિજન ખંડન, નરતન મોહનરાય-...............લટકાળા.૧

ભૂધર ગિરધર સુખકર દુઃખહર, સૌ પર અક્ષરાધાર;

અમર અજર ઇશ્વર મુનિવર, દામોદર દાતાર-.............. લટકાળા.૨

અવતારી મોરારી સુખકારી દુઃખહારી, શ્રીજી પુરો મારી આશ;

ગિરધારી ઉગારી વૃજનારી ગૌચારી બલીહારી નારણદાસ.લટકાળા.૩

મૂળ પદ

અવતારી રે ગિરિધારી પ્રભુ સુખકારી હવેમારી વા’ર કરો વ્રજરાજ.

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી