ધન્ય સહજાનંદ બલીહારી રે, જાઉં ચરણ કમળપર વારી; ૧/૧

પદ ૩૧(રાગ : મને સહાય કરશે મોરારી રે)

પદ ૩૧

ધન્ય સહજાનંદ બલીહારી રે, જાઉં ચરણ કમળપર વારી;

છો આપ અવતારી છબી વિશ્વથી ન્યારી સહુ સંતના સદાય સુખકારી.

ક્ષર અક્ષરના આપ છો નિયંતા, સર્વોપરિ ને સર્વાધારી;

સર્વથી પર કહીએ અક્ષર, તે અક્ષરના આત્મા મોરારી...........જાઉં.૧

મન વાણી જેનો પાર ન પામે, નેતિ કહે વેદ ચારી;

શારદ ને શેષ અજ અમરેશ, ગુણ ગાય નિત્ય પ્રેમથી પસારી.જાઉં.૨

સત્ય સંકલ્પ જેનો શ્રી હરિ શામળા, દયાનિધિ દાસ દુઃખહારી;

સૌ શક્તિમાન છો ભગવાન, જાય નારણદાસ બલીહારી.........જાઉં.૩

મૂળ પદ

ધન્ય સહજાનંદ બલીહારી રે, જાઉં ચરણ કમળપર વારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી