પૂરણ પુરુષોત્તમ પ્રગટ થયાને શિદ ભમે છે તું છેટો ૧/૧

પદ (રાગ :મરાઠી સાખી

પદ ૩૨

પૂરણ પુરુષોત્તમ પ્રગટ થયાને શિદ ભમે છે તું છેટો

વર્તમાન ધારીને સત્સંગી થાતો, અક્ષરધામમાં બેઠો,

એવો પ્રતાપ ઘણો, જે કોઇ આશરો કરે;એના ચરણતણો.એવો પ્રતાપ ઘણો.૧

સર્વ સતસંગીના હિતને કારણ, શિક્ષાપત્રી લખી આપી;

પ્રથમ સામાન્ય ધર્મ બતાવ્યો, સંશય સર્વના કાપી;

ભવ તરવા તણી કરી પાજ, શિક્ષાપત્રી ચિંતામણી-ભવ.૨

દેશ દેશમાં મોટાં મંદિર બનાવ્યાં, દેરાની દરખત ભારી;

લક્ષ્મીનારાયણ આદિ દેવ પધરાવ્યા, દર્શન કરે નરનારી;

દ્રઢ ટેક ધારી આવે હરિજન, તે મહા મુદ ભરી.દ્રઢ ટેક ધરી.૩

અવધપ્રસાદ રઘુવીર બે ભાઇને, દેશ બે વહેંચીને આપ્યા,

બે ગાદીએ આચાર્ય રૂડા, ધર્મધુરંધર સ્થાપ્યા,

સંત બ્રહ્મચારી ગ્રહી ત્યાગી, પાળાની રીતિ ન્યારી-સંત.૪

કળયુગ મધ્યે કૃપા કરીને, સબળ સત્સંગ સ્થાપ્યો,

ઢોલ વગાડીણને ધર્મકુમારે, કલ્યાણનો કોલ આપ્યો;

કહે નારણદાસ સહુ સંત્સંગ કરો, પૂરશે આશ-કહે.૫

મૂળ પદ

પૂરણ પુરુષોત્તમ પ્રગટ થયાને શિદ ભમે છે તું છેટો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી