મારા અવગુણ નાથ અપારરે, માવા કરોને માફ;૨/૪

પદ-૨

પદ ૩૪

મારા અવગુણ નાથ અપારરે, માવા કરોને માફ;

હો માવા કરોને માફરે.મારા અવગુણ.ટેક.

ગુન્હા અમારા છે ઘણા, કોટિ કહ્યા નવ જાય;

દોષ જ દેખી રોષ ન કરશો, પ્રીતમ લાગું પાય રે.હો માવા.૧

ભવાબ્ધિમાં બૂડતાં, બલવંત ઝાલો બાંય;

માયા તમારી મહા બળવાળી, શામળીયા કરો સા'ય.હો માવા.૨

પંચ વિષયના પાસથી, છોડવોને શ્યામ;

ભક્તિના પુત્ર ભરૂંસો તમારો, સેવકના સુખધામ.હો માવા.૩

અંત સમામાં આવજો, તેડવા ત્રિકમરાય;

નારણદાસને નિજ ચરણની, સેવા આપો સદાય.હો માવા.૪

મૂળ પદ

સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી