આવો ઇચ્છારામના ભાઇરે, હો કૃપા કરીને આજ.૩/૪

 પદ-૩ પદ-૩૫

આવો ઇચ્છારામના ભાઇરે, હો કૃપા કરીને આજ.
હો કૃપા કરીને આજરે.આવો ઇચ્છારામના ભાઇ હો કૃપા ટેક.
શેરી વળાવું શામળા, મોતી પુરાવું ચોક;
તમારે અમારે પ્રીત બંધાણી, શું જાણે તે બીજા લોક. હો.૧
તમારો જાણી લોક બોલાવે, ભક્ત એવું કહી નામ;
તે જગમાં સહુ જાહેર થાવા, પધારો મારે ધામ. હો.૨
અગર ચંદનથી ઓરડા લિપાવું, તરિયા તોરણ દ્વાર;
ગુલાબના રૂડા ગજરા ગુંથાવુ, હૈડે પેરાવું હાર. હો.૩
વાજતે ગાજતે ઘેર પધારો, અંદર સખા સહીત;
નારણદાસના નાથ રંગીલા, આનંદ આપો ખચીત. હો.૪

મૂળ પદ

સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી