મારા પ્રાણ તણા આધાર, હો વાલા વધારો લાજ;૪/૪

પદ-૪
પદ ૩૬
મારા પ્રાણ તણા આધાર, હો વાલા વધારો લાજ;
હો વાલા વધારો લાજરે.મારા પ્રાણ તણા આધાર હો વાલા.ટેક.
શિશુ હત્યારી પુતના નારી, ચુશી લીધા તેના પ્રાણ;
માતા સમોવડ મુક્તિ આપી, ભક્તો તણા તમે ભાણ.હો વાલા.૧
કૌરવ સભામાં કૃષ્ણ પધાર્યા, ગરૂડ ચડી ગુણ જાણ;
પંચાળીનાં તમે પટકુળ પૂર્યા, સુંદર સુખની ખાણ.હો વાલા.૨
સીતાની સારુ સાગર ઉપર, પ્રીતમ બાંધી પાજ;
રાવણ માર્યો ને સીતાવાળી, અયોધ્યા પધાર્યા રાજ.હો વાલા.૩
રાધા રમાપતિ રાજીવલોચન, ભક્તવત્સલ ભગવાન;
નારણદાસના નાથ પધારો, કેશવ કૃપાનિધાન.હો વાલા.૪

મૂળ પદ

સુખ આપો સહજાનંદજી હો, જાણી પોતાનો દાસ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી