શ્રીજી સુખ કરનાર દયાળુ શ્રીજી સુખ કરનાર, ૧/૨

પદ (રાગ :ડરમા તું દીલ સાથ છોકરા)
પદ ૩૭ પદ-૧
શ્રીજી સુખ કરનાર દયાળુ શ્રીજી સુખ કરનાર,
દાસનાં દુઃખ સર્વ હરનાર.દયાળુ શ્રીજી ટેક.
સુખ કરવાને, દુઃખ હરવાને
ભક્ત તણાં મન સ્થિર કરવાને, જીવ ઝાઝા ભવજળ તરવાને.
અક્ષરથી આવ્યા અવતારી, ધર્મના પુત્ર થયા ગિરધારી;
(અધર્મનો કરવા નાશ, પૂરણ થયા પ્રકાશ)
આવીયા આપ ધરી અવતાર..... દયાળુ.૧
સકળ જગરાય, દયાળુ કહેવાય,
દાસનાં દુઃખ દેખી ન ખમાય, સુખ દેવા અતી આકળા થાય;
ભક્તવત્સલ તમે અંતરજામી, હરિજન હેતુ ચરાચર સ્વામી.
(શરણાગતના સાર, દુર્બળના દાતાર)
આપ વિણ અવર નથી આધાર.......દયાળુ.૨
દાદા ખાચરને, અરદેસરને;
જીણાભાઇ વા સુતાર સુંદરને, ઇત્યાદી ભક્ત તાર્યા નારીનરને.
તેનો તે ગણતાં આવે નહિ પાર, અનેક જીવનો કર્યો ઉદ્ધાર,
(પ્રબળ જણાવ્યો પ્રતાપ, શ્રીજી મહારાજે આપો આપ)
કર્યા છે આશ્રિત ભવજળ પાર.........દયાળુ.૩
હિરણ્યક્શીપુ માર્યો, પ્રહલાદ ઉગાર્યો.
અધમ જે અજામેલ ઉગાર્યો, ભક્ત વિભીષણ પાટ બેસાર્યો.;
ગજને છોડાવ્યો ને ગુણીકા તારી, દાવાનળ પીધો ને અહલ્યા ઉગારી.
(દ્રોપદીનાં પૂર્યા ચીર, પાળ્યા પાંચે પાંડવ વીર)
કરો છો સંકટમાં પ્રભુ સાર.....દયાળુ .૪
સર્વાંતર જામી, છો બહુનામી;
સંતોને સુખ દીધાં ઘણા સ્વામી, ભક્તની ભાંગી ભુદરજીયે ખામી
કરુણાના ભીના કેશવરાય, નારણદાસ બલીહારી જાય,
(સુખદ મૂર્તિ સહજાનંદ, ટાળ્યા કોટિક જનના ફંદ)
અમારી વિઠ્ઠલ કરજો વ્હાર...........દયાળુ.૫

મૂળ પદ

શ્રીજી સુખ કરનાર દયાળુ શ્રીજી સુખ કરનાર,

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી