ભયભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા ૧/૨

ભયભંજન ભક્તિના જાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા;
	સાથે મુક્તો અનેક છવાયા રે, ભલે અક્ષરાધીશ ધરી કાયા	-ટેક.
પૂર્વમાં પ્રગટયા ને પશ્ચિમ પધાર્યા, ગઢપુર રહ્યા જગરાયા;
	દાદાખાચર પર મહેર કરી છે ઘણી, વચનામૃતમાં લખાયા રે	-ભલે૦ ૧
અસુર સંહાર્યા ને ભક્ત ઉગાર્યા, ધરતીના મેલ ધોવાયા;
	અધર્મ ઉથાપ્યો ને સદ્ધર્મ સ્થાપ્યો, કામ ક્રોધ લોભ કચરાયા રે	-ભલે૦ ૨
સર્વોપરી કર્યા સંત બ્રહ્મચારી, મુકાવી મોહ મદ માયા;
	ધર્મતનુજ ધર્મ સ્થાપી અનુપમ, વેદવિધિમાં વખણાયા રે	-ભલે૦ ૩
જેનાં દર્શન સારુ સ્નેહ ધરીને સૌ, આવે છે દેવ અવાયા;
	દાસ નારાયણ કહે ધર્મકુંવરના, હેત સમેત ગુણ ગાયા રે	-ભલે૦ ૪
 

મૂળ પદ

ભય ભંજન ભક્તિના જાયારે, ભલે અક્ષર અધીશ ધરી કાયા;

મળતા રાગ

ઢાળ : માન માયાના કરનારા રે

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી