હરિ કૃષ્ણ તણી બલિહારી રે, સુખકારી વદન પર વારી; ૩/૩

પદ ૨/૨
પદ ૪૦
હરિ કૃષ્ણ તણી બલિહારી રે, સુખકારી વદન પર વારી;
મને મહેર કરી મદન મોરારી રે, સુખકારી વદન પરવારી.ટેક
સોનેરી પાઘ જોયા લાગ સહુ જનને, છોગાં સહિત અતિ સારી;
કાનમાં કુંડળ ને મોતીડાની માળા, હાર પે'ર્યા છે હજારી રે.સુખ.૩
તિલક સોહામણું ને વાંકડી ભ્રકુટી, આંખડી અજબ અણિયાળી;
નમણી નાસિકાને અધર બિંબ લાલ છે, દંતની પંકિત પ્યારીરે.સુ.
જરીયાની જામો બુટ્ટા ભરેલો, શેલાની શોભા સારી;
રેશમી કોરની ધોતી રૂપાળી, પેરી છે પ્રેમ વધારી રે.સુખ.
સભાની મધ્યે શોભે સલૂણો, આસપાસ સંત બ્રહ્મચારી;
નારાયણદાસનાં નાથજી બિરાજ્યા, અવતારના અવતારી રે.સુખ.

મૂળ પદ

સખી શ્રીજીના ગુણ ગાવારે, દેહ મુકીને દિવ્ય રૂપ થાવા

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી