આજ મને આનંદ અતિ ઉર વિષે થયો૧/૨

પદ૧/૨(રાગ :આજતણી રજનીમાં મને સ્વપ્ન આવિયું.)
આજ મને આનંદ અતિ ઉર વિષે થયો,
                                રસિયાજીનો રંગ મારા હદયમાં રહ્યો.....   આજ-ટેક
અજબ છબિ અલબેલાની સ્નેહમાં ભરી,
                                વદન કમળ નિરખી મારી આંખડી ઠરી... આજ.૧
મૂર્તિ મહા મંગળકરણ શ્રવણ શોભતા,
                                મુક્તાફળના હાર હઇડા ઉપર ઓપતા.     આજ.૨
શોભા સાગર સુખાબ્ધિકર ભક્ત ભય હરણ.
                                સુધા સરખાં વેણ સુંદર મધુર શરકરા.      આજ.૩
કૃપા દ્રષ્ટિ કરતા વાલો ભક્તોના ભણી
                                નારણદાસ કહે ધન્ય ધર્મકુળમણી.           આજ.૪ 

મૂળ પદ

આજ મને આનંદ અતિ ઉર વિષે થયો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી