પ્રીતમ પાતળિયા, પ્રાણ થકી મને પ્યારા૨/૨

પદ ૨/૨
પદ ૪૨
પ્રીતમ પાતળિયા, પ્રાણ થકી મને પ્યારા,
નટવર નાવલીયા, કોટિક જગદાધારા , પ્રીતમ .ટેક.
વાલમા વ્રજરાજ વિહારી, આંખડી તારી કામણગારી;
મોરલી માધુરી કર ધારી, જીવન જગ રચનારા.પ્રીતમ.૧
આતમા પર રૂપ તમારૂં, જીવમાં હું નિત્ય નિત્ય ધારૂં;
ધારતાં દુઃખ માત્ર નિવારું, વારી ધરમ દુલારા.પ્રીતમ.૨
નાથજી નિત્ય નેહ વધારો, પ્રેમથી મુજ ઘેર પધારો;
દાસના દોષ દીલમાં ણ ધારો, કાપશો કર્મના ભારા.પ્રીતમ.૩
શામળાજી છો સુખદાતા, જગપતી તમે છો જગત્રાતા;
દાસ નારાયણ હરિગુણ ગાતાં, શ્રી હરિ ઇષ્ટ અમારા.પ્રીતમ.૪

મૂળ પદ

આજ મને આનંદ અતિ ઉર વિષે થયો

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી