(રાગ :જુઓ નટવર વસંત થેઇ થેઇ નાચી રહ્યો)
પદ ૪૪
જુઓ સતસંગ શિરોમણી છાઇ રહ્યો,
છાઇ રહ્યો જગ છવાઇ રહ્યો. જુઓ સતસંગ.ટેક
બહુનામી બદરીપતી, પ્રગટ્યા પૂરણ ચંદ;
સર્વેશ્વર અક્ષરપતિ, શામળીયો સુખકંદ.
ભક્તિ તનુજ ભલે આવિયા હો ભુપરે,
શ્રીજી સૂર્યે મહા પ્રકાશ થયો, પ્રકાશ થયો,
જગ પ્રકાશી રહ્યો............ જુઓ સતસંગ.૧
સંત સખાના સાથમાં, રંગ રમ્યા શ્રી રંગ,
ઉચ્છવ સમૈયા બહુ કર્યા, આનંદ કંદ અભંગ.
ચાલે ચટકતી ચાલ લહેરી લટકે રે;
મન મોહ્યું મોહનલાલ, રંગને ચટકે રે. જુઓ સતસંગ.૨
પ્રબળ પ્રતાપ જણોવિયો, સર્વોપરી સુખધામ;
સદ્ધર્મ સઘળે થાપિયો સુંદર શ્રી ઘનશ્યામ.
ભૂમિનો ભાર ઉતારિયો રે ભૂધરા,
સતસંગ રંગ અંગ રાચી રહ્યો,
રાચી રહ્યો જગ રચાવી રહ્યો, જુઓ સતસંગ.૩
મંગળ મૂરતી મહાપ્રભુ દિવ્ય સદા સાકાર;
કળી મળ ખંડન કારણે, અવની ધર્યો અવતાર.
મહેર કરી મહારાજ અઢળક ઢળીયારે,
દાસ નારણ કે'છે આજ મુજને મળીયા રે. જુઓ સતસંગ.૪