તારે માટે ઘસાઇ મરવું છે મારે હું તો સમજુ છું એ જ મારો ધર્મ પ્યારા ૪/૪

તારે માટે ઘસાઇ મરવું છે મારે;
હું તો સમજુ છું એ જ મારો ધર્મ પ્યારા...તારે૦ ૧
શ્રીજી તારે માટે છે અસ્તિત્વ મારુ;
એને પુરુ કરી દે તારે માટે પ્યારા...તારે૦ ૨
મારા સુખનું મારે તો વિચારાય નહીં;
તારા સુખ માટે હું છું સદાય પ્યારા...તારે૦ ૩
ભોગવી લો તમે સુખ બધુય મારુ;
જ્ઞાનજીવનને થાશે આનંદ પ્યારા...તારે૦ ૪

મૂળ પદ

હું તો છું હરિ કેવળ તમારે માટે;

મળતા રાગ

એક દિવસ આવોને મારે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી