એક વાત અનુપમ સારી, સૌ સાંભળો નરનારી; ૧/૧

 પદ -૪૬ (રાગ :મેમાન થયા છો મારા, સ્વીકારશો મેં'માની)

એક વાત અનુપમ સારી, સૌ સાંભળો નરનારી;
જે પ્રગટ હરિગુણ ગાવે, તેને અષ્ટાવરણ ન આવે;
                                લહે અક્ષર આનંદકારી, સૌ સાંભળો.          
                               
                                                (૩૦)
જેને પ્રગટ મળ્યા ભગવાન, થયું પ્રગટ પ્રભુનું જ્ઞાન;
                                તેને રીઝે શ્રી ગિરધારી.સૌ સાંભળો.           
મહિમા પ્રગટનો મોટો, જેના અંતરમાં દ્રઢ ચોંટ્યો;
                                તેને મળ્યા પ્રગટ મોરારી.સૌ સાંભળો.      
મહા પ્રગટ પ્રૌઢ પ્રતાપે, નિત્ય અગણિત પરચા આપે;
                                અવતાર તણા અવતારી.સૌ સાંભળો.        
જેને પ્રગટ મલ્યા અવિનાશે, તે જન અક્ષરમાં જાશે;
                                જાય દાસ નારાયણ વારી.સૌ સાંભળો.      
 

મૂળ પદ

એક વાત અનુપમ સારી, સૌ સાંભળો નરનારી;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી