સદા સુખ ધામ છો ઘનશામ, પૂરણકામ હરિ; ૧/૧

પદ-૧(રાગ:સદા સંસારમાં સુખ દુઃખ સરખાં માની લઇએ)
પદ ૪૭
સદા સુખ ધામ છો ઘનશામ, પૂરણકામ હરિ;
રાજાધિરાજ રાખો લાજ, મારી મેહેર કરી..ટેક.
મેહેર કરી મુજ ઉપરે, અલબેલાજી આજ;
બાનાની પત રાખજો, શામળીયા શિરતાજ.સદા સુખ.
અધમ ઉદ્ધારણ આપ છો, અનાથ કેરા નાથ;
ભવાબ્ધિમાં બૂડતાં , જીવન ઝાલો હાથ......સદા સુખ.
અચળ ભરૂંસો આપનો, અંત:કરણ મોઝાર
કલ્યાણ કરશો માહરૂં , અક્ષરના આધાર.....સદા સુખ.
અરજી અમારી ઉર ધારી, વાલમ કરજો વ્હાર;
નારણદાસના નાથજી, ધર્મતણા કુમાર.......સદા સુખ.

મૂળ પદ

સદા સુખ ધામ છો ઘનશામ, પૂરણકામ હરિ;

રચયિતા

નારાયણદાસ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી